- ધોરણ 9, 10, 12 પાસ, ITI, BE, ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે
અમદાવાદ રોજગાર કચેરીમાં 4 ફેબ્રુઆરીએ રોજગાર મેળાનું આયોજન કરાયું છે, જેમાં 1 હજાર વેકન્સી માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરાશે. ધોરણ 9 પાસ, 10 પાસ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને વાર્ષિક એક લાખથી ચાર લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરાશે.
સવારે 10 વાગ્યાથી યોજાનારા આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 9, 10, 12 પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા, બીઈ, બીએસસી થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. રોજગાર મેળામાં 20 કંપની ઉપસ્થિત રહી 1 હજાર વેકન્સી માટે એક લાખથી ચાર લાખ સુધીની જોબ ઓફર કરશે. ડોર ટુ ડોર માર્કેટિંગ ગાર્ડ, હેલ્પર, ટેકનિશિયન, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, એચઆર એક્ઝિક્યુટિવ જેવી જગ્યા પર નોકરી અપાશે.
Rojgar Bharti Melo Ahmedabad 2023: અમદાવાદમાં રોજગાર ભરતી મેળાનું ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળવામાં 20 જેટલી કંપનીઓ ઉપસ્થિત રહેશે અને 1000 ઉમેદવારો માટે નોકરીના દ્વાર ખોલશે. અહીં ધોરણ-9થી 12 પાસ અને ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરેલા યુવાનો પણ ભાગ લઈ શકશે.
ભરતી મેળાનું સ્થળઃ
રોજગાર ભરતી મેળાનું સ્થળ અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક - A/B, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ છે.
કોણ અરજી કરી શકશે?
આ ભરતી મેળામાં ધોરણ-9થી 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ ITI કરી ચુકેલા, ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, રસ ધરાવનારા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો સાથે રોજગાર ભરતી મેળાના સ્થળ પર ઉપસ્થિત રહેવું પડશે.
અમજદારો નોકરીની અન્ય તકો માટે anubandham.gujarat.gov.in પર લોગઈન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
હેલ્પલાઈન નંબરઃ 6357390390
વધુ માહિતી માટે અહી ક્લિક કરો:-Click Hare