ભાવનગરના 943 મધ્યાન ભોજન કેન્દ્રના કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે
ચુંટણી ટાણે છેડાયેલ આંદોલનને સફળતા મળી
- સંચાલક, કુક, હેલ્પરને વિદ્યાર્થી સંખ્યાની કેટેગરી પ્રમાણે 500 થી 1400 સુધીનો વધારો મળશે
શહેર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાન ભોજનના સંચાલકો, કુક અને હેલ્પરોને વર્ષો પૂર્વે નજીવો વધારો કરાયા બાદ અસંખ્ય વાર સંચાલક મંડળો દ્વારા માનદ વેતન વધારા અંગે રજૂઆતો થતી આવી હતી. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે મધ્યાન ભોજનના સંચાલક મંડળ દ્વારા ઉગ્ર રજૂઆત બાદ પુખ્ત વિચારણાના અંતે માનદવેતનમાં વધારો કરવાનું નિશ્ચિત કરાયું હતું.
રાજ્ય સરકારે વધારો મંજૂર કરતા ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના ૯૬ હજાર કર્મચારીના સંઘ અને મજદુર સંઘના હોદ્દેદારોએ ઓર્ડર લઇ સૌ પ્રથમ સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવી અને હોદ્દેદારોએ મોં મીઠું કરી ઉજવણી કરી હતી.
જેમાં ૨૫ વિદ્યાર્થી સુધીના કેન્દ્રો માટે સંચાલક કમ કુકને ૧૪૦૦ને, કુક કમ હેલ્પરને ૫૦૦ અને હેલ્પરને ૭૦૦નો વધારો જાહેર કરાયો છે. તો ૨૬ થી ૧૦૦ સુધીની સંખ્યાવાળા કેન્દ્રો માટે ક્રમશઃ ૧૪૦૦, ૧૧૦૦ અને ૫૦૦ તથા ૧૦૧ થી વધુ વિદ્યાર્થી સુધીના કેન્દ્રો માટે ક્રમશઃ ૧૪૦૦, ૧૧૦૦ તથા મ્યુનિ. કોર્પોરેશન વિસ્તાર માટે સંચાલક કમ કુકને ૧૪૦૦ અને કુક કમ હેલ્પરને ૧૧૦૦નો વધારો કરાયો છે. જે તા.૧-૧૦-૨૨થી લાગુ કરાશે. તંત્રના આ નિર્ણયથી ભાવનગરના ૯૪૩ મધ્યાન ભોજન કેન્દ્રના અંદાજીત ૨૫૦૦ જેટલા કર્મચારીઓને ફાયદો થશે.
ભાવનગર જીલ્લામાં મઘ્યાહન ભોજન યોજના હેઠળ ૭૨ કેન્દ્ર ખાતે ભરતી
ભાવનગર જીલ્લામાં પી.એમ. પોષણ (મઘ્યાહન ભોજન યોજના) હેઠળ કુલ- ૯૪૫ કેન્દ્ર કાર્યરત કેન્દ્રો પૈકી ૭૨ કેન્દ્ર ખાતે જગ્યા ખાલી પડતા હાલ આ કેન્દ્રો ચાર્જમાં ચાલે છે.જેમા ભાવનગર ગ્રામ્ય-૮,શિહોર-૩, વલ્લીપુર-૧૨,ઘોઘા-પ, તળાજા-૪, મહુવા-૧૭, પાલીતાણા-૯,ગારીયાઘાર-૬, ઉમરાળા-૩ અને જેસર-પ સંચાલકોની જગ્યા ખાલી છે.આ ખાલી જગ્યાઓ ભરવા માટે તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ જાહેરનામું બહાર પાડી તમામ મામલતદાર કચેરીઓને મોકલવામાં આવેલ છે.આ જાહેરનામા મુજબ ભાવનગર જીલ્લાની તમામ મામલતદાર કચેરીઓ તરફથી તા.૨૦/૦૨/૨૦૨૩ સુઘીમાં તેમના તાલુકામાં ખાલી પડેલ સંચાલકોની જગ્યાઓ ભરવા માટે ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેેલ છે. તો ૧૫ દિવસમાં લાયકાત ઘરાવતી વ્યકિતએ સંબઘિત મામલતદારશ્રીને અરજી મોકલવાની રહેશે.
તાલુકા મુજબ ખાલી કેન્દ્રોની વિગત
જાહેરનામા વિગતનો ભરતી કાર્યક્રમ
| વિગત | તારીખ |
| સ્થાનિક વર્તમાન ૫ત્રોમાં જાહેરાત/ અખાબારયાદી પ્રસિઘ્ઘ કરવાની છેલ્લી તારીખ | તા.૨૦/૦૨/૨૦૨૩ |
| સંચાલકોની અરજી મેળવવાની છેલ્લી તારીખ | જાહેરનામું પ્રસિઘ્ઘ થયેથી ૧૫ દિવસમાં સુઘીમાં અરજી કરી શકશે. |
| લાયકાત ઘરાવતચા માન્ય ઉમેદવારની યાદી જાહેર કરવાની તારીખ | અરજીઓની ચકાસણી પુર્ણ થયેથી પછીના દિવસે લાયકાત ઘરાવતા માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવાની રહેશે. |
| માન્ય ઉમેદવારને ઇન્ટરવ્યુ માટેના કોલ લેટર રવાના કરવાની તારીખ | ઇન્ટરવ્યુની તારીખ પહેલા ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ જાણ કરવાની રહેશે. |
| ભરતી પ્રક્રિયા પુર્ણ કરવાની તારીખ | તા.૨૮/૦૩/૨૦૨૩ |
ઉમરાળા
૧. નવા અમલપરા પ્રા.શાળા
૨. ઘોળા ગોદડજી પ્રા.શાળા
૩. કેરીયા પ્રા.શાળા
વલ્લભીપુર
૧. જે.બી.ગુજરાતી કે.વ.શાળા(વલ્લીપુર)
૨. રામપર પ્લોટ પ્રા.શાળા
૩. વાવડી પ્રા.શાળા
૪. આણંદપર પ્રા.શાળા
૫. ચાડા પ્રા.શાળા
૬. પાણવી પ્રા.શાળા
૭. રંગપુર પ્રા.શાળા
૮. પીપળ પ્રા.શાળા
૯. ભોજપરા પ્રા.શાળા
૧૦. ભોરણીયા પ્રા.શાળા
૧૧. હરીઓમ શાળા(વલ્લભીપુર)
૧૨. સરદાર આવાસ (વલ્લભીપુર)
ગારીયાઘાર
૧. ગારીયાઘાર
૨. નાની વાવડી
૩. કાચરીયા
૪. ગણેશગઢ
૫. શકિતનગર
૬. પરવડી પ્લોટ
મહુવા
૧. કણકોટ
૨. થોરાળા
૩. કૃષ્ણપર
૪. હરીપરા
૫. સાંગણીયા
૬. સેંદરડા
૭. કોટીયા
૮. કંટાસર
૯. છાપરી
૧૦. કળસાર કે.વ.
૧૧. નૈઇપ(કુ)
૧૨. ઉંચા કોટડા
૧૩. જાબુંડા
૧૪. કુંભારીયા
૧૫. સમઢીયાળા નં.૩
૧૬. કુંડળ
૧૭. તરેડ(ક)
ઘોઘા
૧. ઘોઘા બ્રાન્ચ શાળા નં.૨
૨. અવાણીયા કુમાર શાળા
૩. ઉખરલા કુમાર શાળા
૪. વાલેસપુર
૫. ભીકડાપરા
પાલીતાણા
૧. જુના લોંઇચડા
૨. લાખાવડ
૩. હાથસણી
૪. ચોંડા
૫. બહાદુરગઢ
૬. મોતીશ્રી
૭. બોદાનાનેસ
૮. વિઠલવાડી
૯. મોટી પાણીયાળી(વાડીં)
૧૦. ડુંગરપુર
શિહોર
૧. ઇશ્વરીયા
૨. ટાણા(રામવાડી)
૩. સોનગઢ પ્લોટ
તળાજા
૧. જસપરા
૨. ભેગાળી
૩. રાળગોન
૪. હબુકવડ
૫. પાવઠી પ્લોટ
ભાવનગર ગ્રામ્ય
૧. ઘોળીવાવ
૨.કાનાતળાવ
૩.ભડભીડ
૪.કાળાતળાવ નિરમા બ્રાંચ
૫. સવાઇનગર જત વિસ્તાર
૬.નવા કોટડા
૭. ગોકુળપરા
૮.મેલકડી
જેસર
૧. કોબાડીયા
૨. જેસર કન્યા શાળા નં.૨
૩. જેસર કુમાર શાળા
૪. રબારીકા
૫. શાંતીનગર
૬. માતલપર પરા
વઘુ માહિતી માટે આપની નજીકની મામલતદાર કચેરી, મઘ્યાહન ભોજન શાખાનો સંપર્ક કરવા વિનંતી છે.