ઈ-શ્રમ કાર્ડ કેમ્પ
રજીસ્ટ્રેશન ક્યાં થશે :- આપણા ગામની ગ્રામ પંચાયત પર
કોણ છે પાત્ર?
- ૧૬ થી ૫૯ ઉંમર (1964-2007) વચ્ચેની તમામ વ્યક્તીઓ
- જેમની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦/- જેટલી જ હોય
કોણ પાત્ર નથી?
જે વ્યક્તિઓ ઈન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.
કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય?
આપણા ગામના vce પાસે જઈને
રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ
• ફક્ત આધાર નંબર
• બેન્ક એકાઉન્ટ નંબર
• મોબાઈલ (OTP માટે)
શું લાભ થશે?
રૂપિયા બે લાખનો મફત વિમો.
શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.
ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે.
પીએમ સુરક્ષા વીમા યોજના :- NDUW હેઠળ નોંધાયેલા કામદારો પીએમ સુરક્ષા ભીમ યોજના લઈ શકે છે. તથા પ્રીમિયમ રૂ. 12 ને 1 વર્ષ માટે માફ કરવામાં આવશે.
આ ડેટાબેઝના આધાર પર મંત્રાલયો/સરકારો દ્વારા સામાજિક સુરક્ષા યોજનાઓનો અમલ કરવામાં આવશે.
અસંગઠિત કામદારોને સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓનો લાભ મળશે.
આવો જાણીએ શું છે ઈ-શ્રમ કાર્ડ નિશ્ચિંત બનીએ અને શાંતિથી સમાજમાં પોતાનું યોગદાન આપતા રહીએ....
આવો... કોઈને મદદરૂપ થઇએ..
વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે.
વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે, જેમના ઈ-શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે.
ઘરના નોકર /નોકરાણી (કામવાળી બહેનો), રસોઈ કરવાવાળી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષાચાલક, લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચનાર, હાટડીવાળા, ચા વાળા, હોટલના નોકર/ વેઇટર, રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનાર/સેલ્સમેન/હેલ્પર, રિક્ષાચાલક, ડ્રાઇવર, પંચર રીપેર કરવા વાળા, બ્યુટીપાર્લરમાં કામ કરનાર, મોચી, દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર(પેઈન્ટર), વણકર, ગૃહ ઉધ્યોગ ચલાવનારા, કુટિર ઉધ્યોગમાં રોકાયેલા, ટાઇલ્સ વાળા, વેલ્ડીંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, PM-પોષણ વર્કર (MDM વર્કર), ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનાર, ડેરીવાળા, તમામ પશુપાલકો, પેપર આપવાવાળા, ઝોમેટો, સ્વિગીના ડીલીવરી બોય (કુરિયર વાળા), એમેઝોન, ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય, નર્સ, વોર્ડબોય, આયા, મંદિરના પૂજારી, વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી, આંગણવાડી કાર્યકર્તા સહાયિકા, આશાવર્કર જેવા તમામ વ્યવસાયમાં પરીશ્રમ કરતાં વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે.
દરેક મિત્રો આ જાણકારી આપણા લોકો સુધી પોંહચાડવા વિનંતી.
પોતાના સંપર્કમાં/ગ્રુપમાં શેર કરો કે જેથી જરૂરતમંદ વ્યક્તિઓ /શ્રમયોગીઓનું રજીસ્ટ્રેશન થઈ શકે.
આભાર સહ...✍🏻