વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આઈ.સી.ડી.એસ. અર્બન પ્રોજેક્ટ સરકારશ્રીની 100% ગ્રાન્ટથી કાર્યન્વિત (પ્રોજેક્ટ) છે, જેમાં સરકારશ્રી દ્વારા મંજુર વિવિધ જગ્યાઓ / કાર્યો માટે 11 માસના કરાર આધારીત આઉટ સોર્સીંગ માનવબળ તરીકે સેવા આપવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
VMC ભરતી 2023
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આઈ.સી.ડી.એસ. અર્બન પ્રોજેક્ટ અંતર્ગત 23 વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Vadodara Municipal Corporation Recruitment 2023
જગ્યા નામ | કુલ જગ્યા | લાયકાત અને અનુભવ | મહેનતાણું પ્રતિ માસ |
કચેરી અધિક્ષક | 01 | કોઈપણ વિષય સાથે સ્નાતક. અનુભવ કોઇપણ સરકારી/અર્ધ સરકારી કચેરીમાં કામગીરી અનુભવ ઇચ્છનીય. | રૂ. 30,000/- |
આંકડા મદદનીશ | 03 | આંકડાશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. અનુભવ કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરીમાં કામગીરી અનુભવ ઇચ્છનીય. | રૂ. 25,000/- |
હિસાબનીશ | 01 | એકાઉન્ટ વિષય સાથે સ્નાતકની પદવી સાથે અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષા, ટેલી સોફ્ટવેર અને કોમ્પુટરના જાણકાર. અનુભવ કોઈપણ સરકારી/અર્ધ સરકારી કચેરીમાં કામગીરી અનુભવ ઇચ્છનીય. | રૂ. 15,500/- |
જુનિયર ક્લાર્ક | 01 | સ્નાતક પડવી સાથે અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષા અને કોમ્પ્યુટરના જાણકાર. અનુભવ કોઈપણ સરકારી/અર્ધ સરકારી કચેરીમાં કામગીરી અનુભવ ઇચ્છનીય. | રૂ. 15,500/- |
કો-ઓર્ડીનેટર (કોર્પોરેશન) | 01 | સ્નાતક અથવા સર્ટીફીકેશન / ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર સાયન્સ અથવા આઈ.ટી. ગુજરાતી / અંગ્રેજી ભાષાના જાણકાર અને કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અનુભવ એપ્લીકેશન મેઈન્ટેનન્સ એન્ડ સપોર્ટનો ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ. | રૂ. 30,000/- |
પ્રોજેક્ટ આસીસ્ટન્ટ (કોર્પોરેશન) | 01 | ગ્રેજ્યુએટ ડિગ્રી / પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન મેનેજમેન્ટ / સોશિયલ સાયન્સ / ન્યુટ્રીશન. ગુજરાતી / અંગ્રેજી ભાષાના જાણકાર અને કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અનુભવ કેપેસીટી બિલ્ડીંગ વિથ સુપરવાઈઝરી સ્કિલ અંગેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ. | રૂ. 18,000/- |
બ્લોક કો-ઓર્ડીનેટર | 04 | સ્નાતક. ગુજરાતી / અંગ્રેજી ભાષાના જાણકાર અને કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અનુભવ ટેકનોલોજી અને સોફ્ટવેર એપ્લીકેશન સાથેની કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ. | રૂ. 20,000/- |
કોર્પોરેશન પૂર્ણા કન્સલટન્ટ | 01 | સામાજિક વિજ્ઞાન / હોમ સાયન્સ / પોષણ / જાહેર સ્વાસ્થ / પોષણ વ્યવસ્થાપનમાં અનુસ્નાતક સાથે કોમ્પ્યુટર વિષે પાયાનું જ્ઞાન. અનુભવ સરકારી / બિન-સરકારી સંસ્થાઓ (સંબંધિત ક્ષેત્રનો અનુભવ) સાથે કામગીરી કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ. એમ.એસ. ઓફિસનો ઉપયોગ કરવામાં નિપુણતા. સ્થાનિક ભાષા અને અંગ્રેજીમાં નિપુણતા. | રૂ. 20,000/- |
ડિસ્ટ્રિકટ કોર્પોરેશન પી.એસ.ઈ. ઇન્સ્ટ્રકટર | 01 | પી.ટી.સી. (Primary Teaching Certificate) / D.El.Ed (Diploma in Elementary Edu.) પાસ અથવા બી.એડ પાસ. અનુભવ પી.ટી.સી. + 03 વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ અથવા બી.એડ પાસ + 01 વર્ષનો પ્રાથમિક શાળાનો શૈક્ષણિક કાર્યનો અનુભવ. | રૂ. 24,000/- |
ઘટક પી.એસ.ઈ. ઇન્સ્ટ્રકટર | 04 | પ્રી-પી.ટી.સી. (મોંટેસરી પાસ) / DPSE (Diploma in Pre School Education) પાસ અથવા પી.ટી.સી. પાસ અનુભવ પ્રી-પી.ટી.સી. + 03 વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ અથવા પી.ટી.સી. પાસ + 01 વર્ષનો પ્રાથમિક શાળાનો શૈક્ષણિક કાર્યનો અનુભવ. | રૂ. 16,000/- |
આધાર નોંધણી ઓપરેટર | 04 | 12 પાસ બાદ NSEITની આધાર ઓપરેટરની પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ. અનુભવ 02 વર્ષનો આધારમાં કામગીરીનો અનુભવ. | રૂ. 10,600/- |
પટાવાળા | 01 | ધોરણ 10 પાસ | રૂ. 12,500/- |
વય મર્યાદા
11 માસના કરાર આધારિત આઉટ સોર્સિંગ માનવબળ તરીકેની સેવા હોય ઉમરનો કોઈ બાધ નથી.
માનદ વેતન
સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ માનદ મહેનતાણું નિયમ મુજબનો વ્યવસાયીક વેરો અને આવકવેરાની કપાત કરી ચુકવવાપાત્ર રકમ મળવાપાત્ર રકમ મળવાપાત્ર રહેશે. તે ઉપરાંત અન્ય કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહી.
મળવાપાત્ર રજા
સરકારશ્રીના આઉટસોર્સીંગ માનવબળના નિયમ મુજબની રજાઓ મળવાપાત્ર રહેશે.
VMC ભરતી 2023 અરજી પ્રક્રિયા
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
VMC ભરતી 2023 અરજી છેલ્લી તારીખ
અરજી છેલ્લી તારીખ : 15-04-2023
નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ વિગતો વાંચો અને પછી જ અરજી કરો.
Applay online:-Click here