⛈️ વાવાઝોડાની ખોટી અફવાઓથી સાવધાન રહો...
અને તમે જાતે જ નીચેની લિંક ક્લિક કરી વાવાઝોડાંનું લાઈવ લોકેશન જોતા રહો...👍
👉🏼જોવા માટે અહી :-click here
પશ્ચિમ_સૌરાષ્ટ્ર_માટે_ખતરો_ટળ્યો.🌀🌀🌀
મિત્રો, વાવાઝોડા એ રાત્રી દરમિયાન ઉતરપશ્ચિમ દિશામાં ગતિ કરી છે અને એ જગ્યાએ પહોંચી ગયું છે મેં જ્યાંથી તે ટર્ન લે તો પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર પર સીધુ ટકરાશે નહિ. એટલે ત્યાં માટે એક રાહતના સમાચાર છે. પરંતુ હા પવનની ગતિ નજીક થી પસાર થશે ત્યારે ચોકકસ વધારે હશે પણ સીધુ ટકરાશે નહિ..
હવે વાત કરીએ કચ્છ ની તો વાવાઝોડુ અત્યારે ઉતરપશ્ચિમ દિશામાં ચાલી રહ્યું છે ત્યાંથી તેને ટર્ન મારી ઉતરપૂર્વ દિશામાં ગતિ કરશે તો વાવાઝોડુ કચ્છમાં ટકરાશે. અને જેટલું ટર્ન મારવામાં સમય લગાવશે એટલું જ તે પાકિસ્તાન તરફ સરકતું જશે. એટલે અત્યારે કચ્છના માંડવી થી પાકિસ્તાનના #કરાચી સુધીના વિસ્તારમાં ગમે ત્યાં ટકરાઈ શકે.
ટૂંકમાં બપોર પછી સુધીમાં ટર્ન લેવાનું ચાલુ કરે તો કચ્છ માં આવે અને જેટલું મોડું ટર્ન લેવાનું ચાલુ કરશે એટલું ઉપર જતું જશે એટલે કે પાકિસ્તાન તરફ જતું રહે આશા કરીયે એવું બને તો વધુ સારું પણ એવી આશા એ રહી ને ન બેસવું કચ્છ વાળાએ ગઈકાલે કહ્યા મુજબ તૈયારીમાં જ રહેવું અને અપડેટ જોતી રહેવી..
વરસાદની વાત કરીયે તો દિવ થી પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફના વિસ્તારમાં ખાસ ક્રિયને દરિયાકિનારા સહિત તેના લાગુ વિસ્તારમાં ગઈકાલ નો સતત વરસાદ ચાલુ છે અને રાત્રે અને અત્યારે પણ ચાલુ જ છે અને હજુ ચાલુ જ રહેશે.
કચ્છ માંથી વાવાઝોડુ અંદર આવશે તો ઉત્તર ગુજરાતમાં વરસાદનો સારો લાભ મળી જશે જો પાકિસ્તાન થી અંદર આવ્યું તો ઉત્તર ગુજરાતને છૂટો છવાયો લાભ મળી શકે. પૂર્વ સૌરાષ્ટ્ર ,, દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ મોટો લાભ નથી છૂટો છવાયો ક્યાંક ક્યાંક પડી જશે. હજુ વાવાઝોડુ ક્યાં થી ટર્ન લેશે તેના પર વરસાદનો વિસ્તાર રહેશે.
ગુજરાત હવામાન સમાચાર
બિપરજોય વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક અસર થવાની સંભાવના રહેલી છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચના-માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ.
▪️ રેડીયો, ટીવી, સોશિયલ મીડિયા, છાપાંના માધ્યમથી અપાતી સૂચનાઓથી સતત માહિતગાર રહેશો.
▪️ સ્થળાંતર માટે તંત્રને સહકાર આપવો તેમજ રાહત-બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્રની મદદ લેવી.
▪️ મોબાઇલ ફોન ચાર્જ કરી રાખવો તેમજ અગત્યના ટેલીફોન નંબર હાથવગા રાખવા.
▪️ સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં, ટોર્ચ અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
▪️ ભારે વરસાદ અને તીવ્ર પવનની પરિસ્થિતિમાં બહાર નિકળવાનું ટાળો.
▪️ જર્જરીત મકાન, ઝાડ, વીજળીના થાંભલા તેમજ દરિયા નજીક ઊભા રહેવું નહીં.
▪️ વાવાઝોડા દરમ્યાન વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવાં.
▪️ ક્લોરીનયુક્ત અથવા ઉકાળેલા પીવાના પાણીનો ઉપયોગ કરવો.
▪️ મદદ માટે કન્ટ્રોલ રૂમ નંબર 1077 પર સંપર્ક કરશો.
*ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.*