👉"ફોગીંગમાં કઇ દવાનો ઉપયોગ થાય છે?
Ans:- પાયરેથ્રમ એક્ષટ્રેક્ટ
👉 "પી.વાયવેક્સમાં કેટલા દિવસની સારવાર આપવામાં આવે છે?
Ans:- દિન – ૧૪
👉 "કયો મચ્છર દિવસે કરડે છે?
Ans:- એડીસ ઈજીપ્તી – ડેન્ગ્યુ
👉"મેલેરીયામાં સગર્ભા મહિલાને કઈ દવા આપવામાં આવતી નથી?
Ans:- પ્રાઈમાક્વીન
👉 "વરસાદી પાણીમાં કયા બાયોલાર્વીસાઈડ વાપરવામાં આવે છે?
Ans:- ડાયફ્લુબેનઝુરોન
👉" મેલેરિયાના દર્દીના ફોલોઅપ સ્મીઅર ક્યારે લેવા મા આવે છે?
Ans:- ૩, ૭, ૧૪, ૨૧/૨૮મા દિવસે
👉 "પોરાનાશક કામગીરીમાં કઈ દવાનો/લારવીસાઈડ ઉપયોગ કરવામાં આવે છે?
Ans:- ટેમીફોજ (એબેટ)
👉"પોરાનાશક કામગીરી કેટલા દિવસે કરવાની હોય છે ?
Ans:- અઠવાડીયે
👉 "ઈંડા માંથી મચ્છર બનતા કેટલા દિવસ થાય છે?
Ans:- ૬ , ૭, ૮
👉"કેટલા લીટર પાણીમાં એક ક્લોરીન ટેબલેટ નાખવી જોઈએ.
Ans: ૨૦ લીટર જેટલા પાણીમાં એક ક્લોરીન ટેબલેટ (૦.૫. ગ્રામ) વાટીને ભુકો કરી નાખવી જોઈએ.
👉"કોલેરા અથવા પાણીજન્ય આઉટબેકના કિસ્સમાં દર્દીને કેપ. ડોકસીસાયક્લીનનો સ્ટેટ ડોઝમાં કેટલી ટેબલેટ આપવામાં આવે છે.
Ans:૧૦૦ એમ.જી. ની ૩ ટેબલેટ આપવામાં આવે છે.
👉"પાણીમાં ક્લોરીનની માત્ર માપવા માટે કયા સોલ્યુશનનો ઉપયોગ થાય છે.
Ans: ઓર્થોટોલ્યુડીન નામના સોલ્યુશન નો ઉપયોગ કરવામાં આવે છે.
👉 "પાણીનું કલોરીનેશન કરવા માટે કયા પાવડરનો ઉપયોગ થાય છે.
Ans: ટી.સી.એલ. પાવડર
ઉપરોક્ત તમામ પ્રશ્નો દરેક MPHW ને તૈયાર કરાવવા જે ગાંધીનગર થી પૂછવામાં આવે છે. સિજનલ ફ્લૂ એટલે શું?
સીઝનલ ફ્લૂ ના લક્ષણો?
કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે?
સિજનલ ફ્લૂ કઈ રીતે ફેલાય છે ?
સીજનલ ફ્લૂ થયો હોય તો નજીક ના સંબંધી એ શું કાળજી લેવી?
પાણીજન્ય રોગો એટલે શું?
પાણીજન્ય રોગો શાનાથી ફેલાય છે ?
પાણી જન્ય રોગો માં કયા કયા રોગો નો સમાવેશ થાય છે?
કોલેરા વિશે તમે શું જાણો છો?
કોલેરા ના લક્ષણો?
કોલેરા માં ટ્રીટમેન્ટ શું આપવામાં આવે છે?
કોલેરા ના થાય એના માટે શું કાળજી લેવી?
ટાયફોડ ના લક્ષણો?
કમળા ના દર્દી એ શું કાળજી લેવી?
ક્લોરિન ગોળી નો ઉપયોગ કેવી રીતે કરવો?
કૃમિ વિશે સમજાવો?
કલોરીનેશન વિશે સમજાવો? સીજનલ ફ્લૂ એટલે સીઝન દરમિયાન થતાં શરદી ખાંસી ના કેસ
લક્ષણો માં શરદી ખાંસી ગળા માં બળતરા
ટ્રીટમેન્ટ માં સેટ્રીજીન અને એન્ટી વાયરલ દવા ( વધારે તકલીફ હોય તો ટેમિફલું)
સિજનાલ ફ્લૂ સમાન્ય રીતે એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ માં ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ફેલાય છે
સીજનાલ ફ્લૂ ના દર્દી ના સંબંધી એ દર્દી વાતચીત માં થોડું અંતર રાખવું.દર્દી ના ટુવાલ અલગ રાખવો. સેનિટાયજર નો ઉપયોગ કરવો.દર્દી ને છીંક કે ઉધરસ ખાતી વખતે મોઢા આગળ રૂમાલ રાખવો.
પાણીજન્ય રોગો એટલે દૂષિત પાણી દ્વારા ફેલાતા રોગો
પાણીજન્ય રોગો દૂષિત પાણી પીવાના કારણે ફેલાય છે
પાણીજન્ય રોગો માં કોલેરા ટાઇફોડ મરડો જાડા ઉલ્ટી કમળો નો સમાવેશ થાય છે
કોલેરા વિબ્રીઓ કોલેરા નામના વાયરસ થી થાય છે.જે દૂષિત પાણી પીવાના કારણે થાય છે.જેમાં દર્દી ને જાડા ઉલ્ટી પેટમાં ચુંક શરીર માથી પાણી ઓછું થવું જેવી સમસ્યા થાય છે.
કોલેરા ના લક્ષણો માં જાડા ઉલ્ટી પેટમાં ચૂંક આવવી શરીર માથી પાણી ઓછું થવું
Doxicyclin and ors
શુદ્ધ પાણી પીવું
પાણી ગાળી અને ઉકાળી ને પીવું
કલોરીનેશન વાળું પાણી પીવું
વાસી ખોરાક લેવો નઈ
ટાયફોડ ના લક્ષણો જાડા ઉલ્ટી પેટનો દુખાવો તાવ માથાનો દુખાવો
કમળા ના દર્દી એ શુધ્ધ પાણી પીવું, હળવો ખોરાક લેવો,વધારે પડતું તેલવાળું અને મસાલા વાળો ખોરાક લેવો નઈ
ક્લોરિન ગોળી 20 લીટર પાણી માં એક ગોળી ભુક્કો કરી ને નાખવાની હોય છે અને ત્યારબાદ 30 મિનિટ પછી એ પાણી ઉપયોગ માં લેવાનું હોય છે
કૃમિ ગણા પ્રકાર ના હોય છે.કૃમિ ના કારણે બાળકો માં કુપોષણ જોવા મળે છે.જેના માટે દર વર્ષે NDD રાઉન્ડ ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિના માં કરવામાં આવે છે.જેમાં દરેક શાળા અને આંગણવાડી એ જતા અને ના જતા બધા બાળકો ને આલ્બેન્ડાજોલ ગોળી નો ડોઝ આપવામાં આવે છે.
કલોરીનેશન એ પાણી ને શુદ્ધ કરવાની પદ્ધતિ છે.જેમાં TCL પાવડર દ્વારા પીવાના પાણી માં કલોરીનેશન કરવામાં આવે છે.જેમાં 1 લાખ લીટર ના ટાંકા માં 500 ગ્રામ ની આસપાસ TCL પાવડર નું દ્રાવણ બનાવીને પાણી ના ટાંકા માં નાખવામાં આવે છે.
સિજનલ ફ્લૂ કેવા લોકો ને વધુ અસર કરે છે?
બાળકો,60 + લોકો,સિનિયર સિટીઝન,ANC, ગંભીર બીમારી ધરાવતા લોકો,
સીજનાલ ફ્લૂ ના કેસ કયા સમય માં વધુ થાય છે
શિયાળા માં